અંજારમાંથી  36,840ના દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પૂર્વ કચ્છ

copy image

copy image

પૂર્વ કચ્છ એલસીબીએ અંજારમાથી કુલ 36,840ના દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની  ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમીયાન તેમને મળેલ ખાનગી રાહે બાતમીના આધારે વ૨સાણામાથી દરોડા દરમિયાન હનુભા જગતસિંહ રાઠોડ નામના શખ્સને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 36,840 કિંમતની કુલ 177 બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી પાસેથી 36,840નો દારૂ તેમજ 10,000 કિંમતનો એક મોબાઇલ એમ કુલ 46,840નો કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.