માંડવી ખાતે આવેલ કાઠડાની વાડીમાંથી 21 હજારના મુદ્દામાલ સાથે જુગાર રમતી ચાર મહિલાઓ ઝડપાઈ

970736623Jugar

copy image

માંડવી ખાતે આવેલ કાઠડાની વાડીમાં જુગાર રમતી ચાર મહિલાઓને 21 હજારના મુદ્દામાલ સાથે માંડવી પોલીસે ઝડપી હતી. આ અંગે મળેલ માહિતી અનુસાર  માંડવી ખાતે આવેલ કાઠડા ગામમાં આવેલ  રાજાભાઈ લાખુભાઈ ગઢવીની વાડીમાં ચીકુનાં ઝાડ નીચે ગત દિવસે સાંજના અરસામાં  ગંજીપાના વડે જુગાર ચાર મહિલાઓને પોલીસે રોકડા રૂા. 21,520ના મુદ્દામાલ ઝડપી હતી. પોલીસે પકડાયેલ મહિલાઓ પાસેથી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.