ગાંધીધામના એક યુવાન સાથે વિશ્વાસઘાત થતાં માધાપરના શખ્સ સામે ફરિયાદ
copy image

ગાંધીધામના એક યુવાન પર કેસ કરી તે કેસ પરત લેવા રૂા. ત્રણ લાખ મેળવ્યા બાદ પણ કોર્ટ કેસ પરત ન ખેંચી તેમજ પૈસા પરત ન આપતાં માધાપરના શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવેલ હતી. ગાંધીધામ ખાતે આવેલ સપનાનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા માયાભાઇવેલજી મહેશ્વરી દ્વારા માધાપરના વિમલ મોતીલાલ સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ મામલે મળેલ માહિતી અનુસાર ફરિયાદી સપનાનગરમાં પ્લોટ નંબર 566-બીમાં રહે છે જે જીલુબેન સદિક નોરિયાના નામ ઉપર છે જે વર્ષ 2005થી ફરિયાદીના કબ્જામાં છે. આ પ્લોટના મામલે આરોપી વિમલ સોનીએ 2017માં ફરિયાદી તથા જીલુબેન, હીરા વેલજી પાતારિયા, ગરવા હરશી દેવરાજ એમ પાંચ લોકો વિરુદ્ધ કોર્ટમાં દિવાની દાવા કેસ દાખલ કર્યો હતો. ત્યાર બાદમાં વર્ષ 2019માં આરોપીએ સમાધાન પેટે રૂા. ત્રણ લાખ રોકડા આપો તો કેસ પરત લેવા કહ્યું હતું. ફરિયાદી સંમત થયા હતા અને આ બાબતે નોટરી લખાણ કરવવામાં આવ્યું હતું. તા. 23/1/2020ના કેસ પરત ખેંચવાનો હોવા છતાં પણ આરોપીએ કેસ પરત લીધેલ નહિ તેમજ આવતી તારીખે કેસ પાછો લેવાનું જણાવ્યું હતું. ત્યાર બાદમાં આરોપીએ જણાવેલ હતું કે, તે કેસ પાછો નહિ લે. જે બાબતે ફરિયાદીએ તે શખ્સ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી. પોલીસે આ અંગે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.