ભુજ ખાતે આવેલ માધાપરના બાપાદયાળુ નગરના રહેણાંક મકાનમાંથી 11 હજારના બીયર ટીન ઝડપાયા
copy image

ભુજ ખાતે આવેલ માધાપરના બાપાદયાળુ નગરના રહેણાંક મકાનમાંથી 11 હજારના બીયર ટીન એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. માધાપરના બાપાદયાળુ નગરના રહેણાંક મકાનમાં રાખેલ રૂપિયા 11 હજારની કિમતના 112 બીયરના ટીન એલસીબીએ ઝડપી પાડ્યા હતા તેમજ દરોડા દરમિયાન આરોપી હાજર મળ્યો ન હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર એલસીબીની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેમણે ખાનગી રાહે બાતમી મળી હતી કે માધાપર બાપાદયાળુ નગરમાં રહેતો હાર્દિક ઉમેશગર ગોસ્વામીએ પોતાના રહેણાંક મકાનમાં બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી રાખેલ છે. મળેલ બાતમીને આધારે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી રૂપિયા 11,200 ની કિમતના 112 બીયરના ટીન ઝડપી પડ્યા હતા. દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.