ભુજ ખાતે આવેલ લોડાઈ ગામમાંથી ઉભેલા ટ્રેઇલરમાંથી રૂપિયા 7 હજારની કિમતના 80 લીટર ડીઝલની તસ્કરી થતા ફરિયાદ

ભુજ તાલુકાનાં લોડાઈ ગામમાં આવેલ  પ્રાથમિક શાળા નજીક રોડ પર ઉભેલા ટ્રેઇલરમાંથી રૂપિયા 7 હજારની કિમતનું 80 લીટર ડીઝલની તસ્કરી થતા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર આ અંગે પદ્ધર પોલીસ મથકે દિલીપ ગાભા પ્રજાપતિ દ્વારા એક અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત રવિવારે રાતના અરસામાં ભુજના  લોડાઈ ગામની પ્રાથમિક શાળા નજીક રોડ પર ઉભેલા તેમના ટ્રેઇલર નંબર જીજે 39 ટી 9954 વાળામાંથી કોઈ અજાણ્યો ચોર ઇસમ રૂપિયા 7,360 ની કિમતનું 80 લીટર ડીઝલ ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.