ભુજ ખાતે આવેલ કાળી તલાવડીની સગીરાનું અપહરણ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
copy image

ભુજ ખાતે આવેલ કાળી તલાવડી ગામની સગીરાનું અપહરણ કરનાર શખ્સને પોલીસે ઝડપી પડ્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર તલાવડી ગામની સગીરાનું અપહરણ કરનાર શખ્સને ભુજમાંથી એલસીબીએ ઝડપી પાડ્યો હતો. એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે પદ્ધર પોલીસ મથકના અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી રીઝવાન રમજુ ખલીફા ભુજની લેવા પટેલ હોસ્પિટલ સામે ભોગ બનનાર સગીરા સાથે હાજર છે. ખાનગી રાહે મળેલ બાતમીના આધારે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો. પોલસે આરોપીને ઝડપી પાડયો હતો. આરોપી વિરૂદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.