અંજાર ખાતે આવેલ નાની ખેડોઇમાથી કુલ કિ. 50,000ની બાઈકની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

અંજાર ખાતે આવેલ નાની ખેડોઇમાથી કુલ કિ. 50,000ની બાઈકની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે અંજાર ખાતે આવેલ નાની ખેડોઇમાં રહેતા મહિપાલસિંહ ગુમાનસિંહ જાડેજા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ખેતી કામ કરતો હોવાથી ગત તા. 23/09/2023ના રાત્રીના 9 વાગ્યાના અરસામાં તે ખેતી કામ કરી ઘરની બહાર પોતાની બાઇક જીજે-12-ડી.એન-7971 પાર્ક કરી સૂઈ ગયેલ હતા. તેમજ સવારે ઉઠી જોતાં તેમની બાઇક હાજર મળી ન હતી. બાઇક હાજર ન મળતા ફરિયાદીએ આસપાસના વિસ્તાર તેમજ સાગ સંબધીઓના ઘરે તપાસ કરેલ હતી. તેમ છતાં બાઇક ન મળતા ગામમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતાં જાણવા મળ્યું હતું કે, મોડી રાતના અરસામાં કોઈ બે શખ્સ બાઈકની ચોરી કરી લઈ ગયેલ છે. જે બાબતે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ બાનવ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.