ભુજ શહેરમાં આવેલ કંસારા બજારમાં ચીભડ ચોરોથી લોકો ત્રસ્ત : પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી લોકોમાં આશ્ચર્ય
copy image

ભુજમાં આવેલ કંસારા બજાર તેમજ આજુબાજુના વિસ્તારમાં થતી ચીભડ ચોરીથી આ વિસ્તારના લોકો ત્રસ્ત બની ચૂક્યા છે. લોકોમાં ભય તેમજ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગત શનિવારે રાતના અરસામાં એક જાગૃતોએ અને હોમગાર્ડે એક ચોરને પકડી પોલીસને હવાલે કરવામાં આવેલ હોવા છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન કરતાં આશ્ચર્ય ફેલાયું છે. આ અંગે મળેલ માહિતી અનુસાર ઘરના આંગણામાંથી પાણીની મોટર્સ તેમજ ચીજવસ્તુઓની પણ ચોરી થઇ રહી છે. ભંગાણ વીણતા શ્રમિકો મોડી રાત્રે હાથ અજમાવતા હોવાનું સીસીટીવી કેમેરામાં સામે આવ્યું છે. તેમજ ગત શનિવારના રાતના અરસામાં ગણેશ ઉત્સવ દરમ્યાન જાગૃતો અને હોમગાર્ડે એક શંકાસ્પદ ચોરને પકડી પાડ્યો હતો તે શખ્સનાં ખિસ્સામાંથી ગાંજાની પડીકીઓ પણ મળી આવી હતી આ ચોરને પોલીસને સોંપ્યાં હોવા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી.