કંડલામાં પુરઝડપે આવી રહેલ ડમ્ફર અથડાતાં 10 લાખનું તેલ રોડ પર ઢોળાઇ ગયું

કંડલામાં અકસ્માતોની ઘટનાઓની સ્ંખ્યામા વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ઘટના સામે આવેલ છે. આ  ઘટનામાં લાખોનું તેલ રોડ પર ઢોળાઈ ગયેલ હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ગત તા.23/09ના રાતના અરસામાં તેસીઆરએમ ટર્મીનલની આગળ રામદેવ કાંટાની નજીકથી પસાર થઈ રહ્યો હતો તે દરમીયાન પુરઝડપે આવી રહેલ ડમ્ફર ચાલકે 41 ટનથી વધુ સીપીયુ તેલ ભરેલા ટેન્કરને ટક્કર મારતા તેનો ટેન્ક તુટી જવાથી 10.19 લાખની કિંમતનું સીપીયુ તેલ રોડ પર ઢોળાઈ ગયેલ હતું. ડમ્પર ચાલક પોતાનુ વાહન મુકીને નાસી છૂટ્યો હતો.