ગાંધીધામ ખાતે આવેલ  ઓસ્લો જીઆઈડીસીમાં પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી

fire-2

copy image

  ગાંધીધામ ખાતે આવેલ  ઓસ્લો જીઆઈડીસીમાં સેક્ટર 11માં આવેલા પુજા ઈન્ટરનેશનલ કેજેમાં પ્લાસ્ટિક વેસ્ટ સબંધિત થતાં કામકાજમાં આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવ અંગે મળેલ માહિતી મિજબ મોડી સાંજ સુધી આગ પર કાબુ મેળવાયો હતો. મળેલ માહિતી મુજબ જીઆઈડીસી ખાતે  આવેલ પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં ગત મંગળવારના બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો બનાવની જાણ થતા તુરંત અગ્નીશમનદળ દ્વારા એક ધારે પાણીનો અવીરત પ્રવાહ ચલાવતા સાત કલાક બાદ રાત્રીના 8:30 વાગ્યાના અરસામાં આગ પર કાબુ મેળવાયો હતો. સદભાગ્યે કોઇને ઈજા નહી. આગનો બનાવ બનતા શહેરની મુખ્ય બજાર અને ડીબીઝેડ સહિતના આસપાસના વિસ્તારોમાં વિજપુરવઠો બંધ થઈ ગયેલ હતો.