રાપર ખાતે આવેલ આડેસરમાં તળાવમાં ડૂબી જવાથી 15 વર્ષીય કિશોરનું મોત
copy image

રાપર ખાતે આવેલ આડેસર ગામમાં તળાવમાં ડૂબી જવાથી 15 વર્ષીય કિશોરનું મોત નીપજયું હતું. આ બનાવથી સમગ્ર ગામમાં અરેરાટી છવાઈ ગઈ છે. આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ ગત મંગળવારે બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો.ધો.10 માં અભ્યાસ કરતો 15 વર્ષીય રોનક રાજેશભાઇ દરજી નામનો કિશોર તેના મિત્રો સાથે તળાવમાં ન્હાવા ગયેલ હતો તે દરમીયાન તળાવમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું