ગાંધીનગર ખાતે આવેલ ચંદ્રાલામાં કારખાનામાથી ગ્રામ પંચાયતનાં ટયૂબવેલનો રૂ. 1.64 લાખના કેબલ વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ગાંધીનગર ખાતે આવેલ ચંદ્રાલામાં કારખાનાની લોખંડની બારીની ગ્રીલ તોડી ગ્રામ પંચાયતનાં ટયૂબવેલનાં રૂ. 1 લાખ 64 હજારની કિંમતના કેબલ વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર ગાંધીનગર ખાતે આવેલ ચંદ્રાલામાં કારખાનાની લોખંડની બારીની ગ્રીલ તોડી ગ્રામ પંચાયતનાં ટયૂબવેલનાં રૂ. 1.64 લાખની કિંમતના કેબલ વાયરોની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા. આ મામલે ગાંધીનગરના ચંદ્રાલા ગ્રામ પંચાયતના સરપંચ રામકૃષ્ણ ડાહ્યાભાઇ પટેલ દ્વારા ચીલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર, ગાંધીનગરના ચંદ્રાલા ગામમાં ગ્રામ પંચાયતનો નવો ટ્યુબવેલ બનાવેલ હોવાના કારણે તેમાંથી પાણી ખેંચવા માટેની મોટર સરકારમાંથી મળેલ છે અને કેબલ વાયર લાવવાનો હોવાથી પંચાયતના સ્વ ભંડોરમાંથી આજથી આશરે 15 દિવસ અગાઉ મોટા ચિલોડા ખાતે અર્બુદા ટ્રેડર્સમાંથી 35 MM જોન્સન કંપનીનો 180 મીટર કેબલ વાયર રૂ. 1.64 લાખમાં ખરીદવામાં આવેલ હતો.
આ કેબલ વાયર મોટર સાથે જોઇન્ટ કરવા માટે ગામમાં ગોવિંદ પંચાલ નામના શખ્સનાં મોટર રીપેરીંગના કારખાનામા રાખવામા આવેલ હતો. સરપંચ ગત દીવસે નવ વાગ્યાના અરસામાં ઘરે હાજર હતા. તે દરમીયાન ગોવિંદના ભાગીદાર કનુ પંચાલના દિકરા મીતેષે ફોન કરીને જણાવ્યુ હતું કે, કારખાનમાં ચોરી થઈ ગયેલ છે. બનાવની જાણ થતાં સરપંચ કારખાના પર દોડી ગયા હતા અને તપાસ કરતા જાણવા મળેલ હતુ કે, ગ્રામ પંચાયતના ટ્યુબવેલની પાણી ખેંચવાની મોટર કારખાનામાં પડી હતી. પરંતુ તેની સાથે જોઇન્ટ કેબલ વાયર હાજર ન હતો. આ બનાવ અંગે વધુ તપાસ કરતાં કારખાનાની પાછળની દિવાલમાં આવેલ લોખંડની બારીની લોખંડની ગ્રીલનાં સળિયા તોડી અંદર ઘુસીને તસ્કરો વાયર ચોરી કરી ગયેલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.