અમદાવાદમા આંગડિયામાંથી પૈસા લઈને નીકળેલા વેપારીની પાંચ લાખ ભરેલી બેગ લૂંટી ત્રણ શખ્સ રફુચક્કર

અમદાવાદ શહેરમાં લૂંટના ગુનાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદમા આંગડિયામાંથી પૈસા લઈને નીકળેલા વેપારીની પાંચ લાખ ભરેલી બેગ લૂંટીને ત્રણ શખ્સ રફુચક્કર થઈ ગયેલ હતાં. જે મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. મળેલ માહિતી અનુસાર ત્રણ શખ્સો અમદાવાદમા આંગડિયામાંથી પૈસા લઈને નીકળેલા વેપારીની પાંચ લાખ ભરેલી બેગ લૂંટીને નાસી છૂટ્યા કારચાલકે તેમનો પીછો કરતાં તેઓ હાથમાં ન આવતા કારચાલક દ્વારા સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.