પાટણમાં એક યુવાન પર ચાર શખ્સો દ્વારા હુમલો કરાતા ફરિયાદ નોંધાઈ

humlo

પાટણમાં એક યુવાન પર ચાર શખ્સો દ્વારા હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર પાટણમાં આવેલ સાલવીવાડા વિસ્તારમાં ભીલવાસ નજીક ઠાકોરવાસનાં મહોલ્લામાં ગણેશોત્સવ દરમ્યાન કેટલાક લોકોની હરકતો શંકાસ્પદ જણાતાં તેઓને ત્યાથી ચાલ્યા જવા માટે કહેવામા આવેલ હતું જેની અદાવત રાખીને ચાર શખ્સોએ એક યુવાન પર હુમલો કરી માર મારતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી.  આ મામલે મળેલ માહિતી અનુસાર પાટણ ખાતે આવેલ સાલીવવાડા ઠાકોરવાસમાં ગણપતિ મહોત્સવ હતો તે દરમીયાન ચાર શખ્સો ઉત્સવમાં આવેલ હતા. તેમની હરકતો યોગ્ય ન જણાતાં અત્રે રહેતાં એક યુવાને આ ચારેય લોકોને ચાલ્યા જવાનું કહેતાં તેઓ જતાં રહ્યા હતા. પંરતુ તા.24-9-23 નાં રોજ ડી.જે.નાં પૈસા આપવા જઈ રહ્યા હતા તે દરમીયાન પાટણમાં આવેલ જુની કાળકા મંદિર નજીક પહોંચતાં અહીં બેઠેલા ઉપરોક્ત ચારેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈને આ યુવાનને આડેધડ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પોલીસ મથકે આ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.