ગાંધીધામના કિડાણામાં એક શખ્સે યુવાનને માર મારતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ગાંધીધામના કિડાણામાં એક શખ્સે યુવાનને માર મારતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે ગાંધીધામાં ખાતે આવેલ કિડાણાની જગદંબા સોસાયટીમાં રહેતા અને કાસેઝની કંપનીમાં મજૂરી કરનાર કરણ ઉર્ફે કરશન પેથા ડોરૂ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ગત તા. 12-9ના પોતાના ઘર નજીક ખેતરમાં ફરી રહ્યો હતો તે દરમીયાન આરોપીએ ત્યાં આવી મારી છોટા હાથી ગાડી ચલાવવા કેમ આવતો નથી તેમ કહેલ હતું. ફરિયાદીએ ગાડી ચલાવવાની ના પાડતાં આરોપીએ ઉશ્કેરાઇ જઈ ફરિયાદી યુવાનના નાક ઉપર મુક્કા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. બાદમાં તા. 25-9ના આરોપી ફરિયાદીના ઘર નજીક આવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી તેમજ જાતિ અપમાનિત કરેલ હોવાના કારણે આરોપી સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.