અંજાર ખાતે આવેલ ખેડોઇમાં આધેડ ઉપર બે શખ્સનો દ્વારા પાઇપ અને ધોકા વડે હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

  અંજાર ખાતે આવેલ મોટી ખેડોઇમાં બે શખ્સો દ્વારા એક આધેડ પર સળિયા અને ધોકા વડે જીવલેણ હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર અંજારના મોટી ખેડોઇ ગામમાં રહેતા જયરાજસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના આધેડ માન કંપની નજીક હોટેલ ચલાવી રહ્યા છે, જ્યાં આરોપી ગામનાં જ રવજી ઉર્ફે કારો પ્રેમજી પારાધી અને શંકર પ્રેમજી પારાધી મોડી રાતના અરસામાં આવેલ હતા. ફરિયાદીએ આ બંને શખ્સોની માતાને આ બંને રાત્રિના મોડે સુધી ફરે છે અને રાત્રે બે-એક વાગ્યે તેમની હોટેલ પર આવી ખરાબ વર્તન કર્યું હોવાનો ઠપકો આપેલ હતો. આ વાતનું મનદુ:ખ રાખી ફરિયાદી ગત દિવસે બપોરના અરસામાં  ગામની ચિત્રકૂટ સોસાયટી નજીક હતા ત્યારે આરોપી ત્યાં આવ્યા હતા અને આજે જયરાજસિંહને મારી નાખવા છે તેમ કહી તેમના ઉપર લોખંડના સળિયા અને ધોકા વડે માથાં ઉપર જીવલેણ હુમલો કરતાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓ પહોંચતા આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.