માંડવીના એક ગામમાં અભદ્ર ફોટોસ પાડી મીડિયામાં લીક કરી દેવાની ધમકી આપી એક પરીણીતા સાથે દુષ્કર્મ ગુજારતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

download

copy image

copy image

માંડવીના એક ગામમાં અભદ્ર ફોટોસ પાડી મીડિયામાં લીક કરી દેવાની ધમકી આપી એક પરીણીતા સાથે દુષ્કર્મ ગુજારતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર માંડવીના એક ગામમાં મોબાઇલમાં અભદ્ર ફોટોસ પાડીને વાયરલ કરી દેવાની ધમકી આપી પરિણીતા સાથે અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપીએ પોતાનાં મોબાઇલમાં ફરિયાદીના અભદ્ર ફોટા પાડી આ ફોટા  ફરિયાદીને બતાવીને વાયરલ કરવાની ધમકી આપીને અઢી વર્ષ સુધી તેની મરજી વિરુદ્ધ અવાર-નવાર બળજબરીથી શારિરીક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યા હોવાની ફરિયાદ કોડાય પોલીસ મથકે નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી આરંભી છે.