અંજાર ખાતે આવેલ વરસામેડી સ્થિત કંપનીમાંથી 25 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં સ્થિત વેલસ્પન કંપનીના ન્યુફેબ્રિકેશન યાર્ડમાંથી 25000 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ વરસામેડીમાં સ્થિત વેલસ્પન કંપનીના ન્યુફેબ્રિકેશન યાર્ડમાંથી રૂા. 25,200ની 12 પ્લેટની તસ્કરી થઈ હતી. આ મામલે મનોજકુમાર ભુમદેવ મહંતો દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર અંજાર ખાતે આવેલ વરસામેડીની વેલસ્પન કંપનીના ન્યુફેબ્રિકેશન યાર્ડના ખુલ્લા મેદાનમાં લોખંડની એક ફૂટ લંબાઈવાળી 12 પ્લેટ રાખેલ હતી, જે ગત દિવસે 9 વાગ્યાથી બપોરના સમય ગાળામાં તસ્કરો ફેન્સિંગ કુદી અંદર ઘુસ્યા બાદ રૂા. 25,200ની આ 12 પ્લેટની તસ્કરી કરીને પલાયન થઈ ગયેલ હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.