મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાથે બેંક ઓફ અમેરિકાના કન્ટ્રી હેડ અને પ્રેસિડેન્ટ સુશ્રી કાકુ નખાતે એ મુંબઈમાં વાયબ્રન્ટ સમિટ ૨૦૨૪ના કર્ટેન રેઈઝર ઇવેન્ટ પૂર્વે વન ટુ વન બેઠક યોજી

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાથે બેંક ઓફ અમેરિકાના કન્ટ્રી હેડ અને પ્રેસિડેન્ટ સુશ્રી કાકુ નખાતે એ મુંબઈમાં વાયબ્રન્ટ સમિટ ૨૦૨૪ના કર્ટેન રેઈઝર ઇવેન્ટ પૂર્વે વન ટુ વન બેઠક યોજી હતી.
તેમને ગીફ્ટ સિટી ગાંધીનગરમાં બેંક ઓફ અમેરિકાનું ગ્લોબલ બીઝનેસ સર્વિસ સેન્ટર સફળતાપૂર્વક કાર્યરત છે તેની વિગતો આપવા સાથે રાજ્ય સરકારના મળી રહેલા સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે તેમને વાયબ્રન્ટ સમિટ ૨૦૨૪ના સંદર્ભમાં ગીફ્ટ સિટી ખાતે તા.૧૦મી જાન્યુઆરીએ યોજાનારી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં અને વાયબ્રન્ટના મુખ્ય ઇવેન્ટ સાથે યોજાઈ રહેલી ટેકેડમાં પણ જોદાવા આમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ બેંક ઓફ અમેરિકાને ગુજરાતમાં તેના આગામી રોકાણો અન્વયે ઓપરેશન્સમાં રાજ્ય સરકાર યોગ્ય મદદ રૂપ થશે તેમ પણ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે.કૈલાશનાથન, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, અધિક મુખ્ય સચિવશ્રીઓ શ્રી પંકજ જોશી, એસ.જે.હૈદર, જે.પી.ગુપ્તા, અને ગિફ્ટના એમ.ડી. તપન રે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.