ભુજમાં બંધ ઘરના તાળાં તોડી 72 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

  ભુજમાં બંધ મકાનના તાળાં તોડી 72 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ભુજમાં આવેલ ગોવાળ શેરીમાં રહેતા મહેશભાઈ રમણીકભાઈ મહેતાએ આ ચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર, ગત તા. 26/9ના ફરિયાદી અને તેનો પરિવાર ઘર બંધ કરી ચારધામ યાત્રાએ ગયેલ હતા, ત્યાર બાદ ગત મંગળવારે પરત આવીને જોતાં સરસામાન વેરવિખેર જોવા મળ્યો હતો. ફરિયાદીએ વધુ તપાસ કરતાં ઘરના ઉપરના માળે આવેલા રૂમના તાળાં તૂટેલા જણાયા હતા તેમજ બીજા રૂમનો સામાન પણ વિખેરાયેલો જણાયો હતો. અંદર રાખેલી તિજોરીમાં રખાયેલા રોકડા રૂા. 72,000 ગુમ જણાયા હતા. આ મામલે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.