ભુજ ખાતે આવેલ કોડકીમાં 29 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

ભુજ ખાતે આવેલ કોડકીમાં 29 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભુજ ખાતે આવેલ કોડકીમાં 29 વર્ષીય રાહુલ જખુભાઈ ચાવડાએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. આ યુવાન ગત તા. 7/11ના રાતના અરસામાં પોતાના ઘરે હાજર હતો. તે દરમ્યાન તેને કોઈ અગમ્ય કારણોસર પંખામાં દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ પોતાના જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ યુવાને કેવા કારણોસર આવું પગલું ભર્યું હશે તે અંગેની આગળની તપાસ પોલીસે આદરી છે.