ચેક પરતના કેસમાં આરોપીએ કરેલ અપીલ કોર્ટે નામંજૂર કરી

માંડવીની અદાલતે ચેક પરત ફરવાના કેસમાં આરોપીને ચેકની રકમ વળતર પેટે ચૂકવવા આદેશ આપવામાં આવેલ હતો. આ મામલે મળેલ માહિતી અનુસાર માંડવીની અદાલતે ચેક પરત ફરવાના કેસમાં દિનેશકુમાર રવિલાલ સેંઘાણી નામના શખ્સને ફરિયાદી અનિલ હીરાલાલ માલીને ચેકની રકમ વળતર પેટે ચૂકવવા આદેશ જાહેર કરેલ હતો. બાદમાં આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરેલ હતી. સેશન્સ કોર્ટ દ્વારા નીચલી કોર્ટનો આદેશ યથાવત્ રાખી અપીલ નામંજૂર કરવામાં આવી હતી.

.