ગાંધીધામના જવાહરનગરમાં કંપનીમાં કામ કરતી વેળાએ પડી જતાં એક યુવાનનું મોત
copy image

ગાંધીધામના જવાહરનગરમાં કામ કરતી વેળાએ પડી જતાં એક યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર આ બનાવ ગાંધીધામ ખાતે આવેલ જવાહરનગરમાં ભાનુ એગ્રો. નામની કંપનીમાં બન્યો હતો. ગત દિવસે સવારના અરસામાં આ કંપનીમાં પિન્ટુ મનજી નામનો યુવાન કામ કરી રહ્યો હતો.તે દરમ્યાન તે પડી જતાં તેને સારવાર અર્થે રામબાગ લઈ જવામાં આવેલ હતો. તે સમયે રસ્તામાં તેણે જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. આ યુવાન કેવી રીતે પડી ગયો હતો તેનું મોત કેવા કારણોસર થયું તે સહિતની આગળની તપાસ પોલીસે આદરી છે.