દિવાળીના ભડાકા ઘરમાં પહોંચ્યા : ગાંધીધામ ખાતે આવેલ કિડાણાના એક મકાનમાં આગ ભભુકી ઉઠતા દોડદામ મચી
copy image

દિવાળીના ભડાકા ઘરમાં પહોંચી ગયા હોય તેમ ગાંધીધામ ખાતે આવેલ કિડાણાના એક મકાનમાં ફટાકડા ફૂટાની સાથે આગ ભભુકી ઉઠતા દોડદામ મચી હતી. સુત્રો દ્વારા મળતિ માહિતી અનુસાર કેશવ કુંજ સોસાયટીમાં પ્લોટ નં.136 પર ગત તા.31/10ના 10.30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. મળેલ માહિતી મુજબ મકાનમાં તંદ્રાબેન રાજુભાઈ અડલા રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા તે સમયે અચાનક ફટાકડા ફુટતા હોય તેવો અવાજ આવવા લાગ્યો હતો. ત્યારબાદ આ અવાજ વધુ જણાતા તપાસ કરતાં ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યાર બાદ આગ ઓલવવા માટેના પ્રયાસો વચ્ચે આગ રૂમના એ.સી સુધી પહોંચી હતી અને એ.સી.માં બ્લાસ્ટ થયેલ હતો. આ બનાવમાં સોનાના ઘરેણા સહિતની સામગ્રી બળીને ખાખ થઈ ગયેલ હતી. આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.