દિવાળીના દિવસોમાં પડાણાના લાકડાના બેન્સામાં અચાનક આગની જવાળાઓ ફાટી નીકળી


દિવાળીના દિવસોમાં પડાણાના લાકડાના બેન્સામાં અચાનક આગની જવાળાઓ દેખાતા દોડધામ મચી હતી. ગત તા.6/11ના 10.30 વાગ્યાના અરસામાં પડાણામાં આવેલ તિરૂપતી ટેડલીંકસ પ્રા.લી ટીમ્બરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર રીપ્સો મશીન પાસે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ફેલાઈ હતી. ગણતરીની મિનીટોમાં માતબર રકમના લાકડા સહિતની સામગ્રી બળીને ખાખ થઈ હતી. અગ્નિશમન દળની ટીમો દ્વારા સતત પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવેલ હતો. આ બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.