દિવાળીની ખરીદી કરવા જઈ રહેલા સિનુગ્રાના યુવાન માટે આ દિવાળી અંતિમ બની
copy image

અંજારમાં આવેલ સિનુગ્રા પાસે બે બાઈક અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં સિનુગ્રાના યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર સર્જાયેલ અકસ્માતમાં સિનુગ્રાના લગધીરસિંહ જશુભા સરવૈયા નામના યુવાનનું મોત નીપજયું હતું. મળેલ માહિતી મુજબ ગત તા. 7/11ના સિનુગ્રા ગામમાં રહેતા લગધીરસિંહ નામના યુવાનની દીકરીનો જન્મદિવસ તથા દિવાળીની ખરીદીના હેતુથી આ યુવાન ખરીદી માટે અંજાર બાજુ આવી રહ્યો હતો. તે દરમ્યાન સામેથી આવતી બાઈક આ બાઈકમાં અથડાતાં બંને વાહનના ચાલકોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ બંને ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે અંજારની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા, જ્યાં ફરજ પરના તબીબે ગંભીર ઈજાઓનાં પગલે લગધીરસિંહને મૃત જાહેર કર્યો. જ્યારે સામેવાળા ચાલકને વુધ સારવાર અર્થે અન્ય હોસ્પીટલમાં લઈ જવામાં આવેલ હતા.