ભુજના ગણેશનગરમાં દારૂના ધંધાર્થીઓથી લોકો ત્રસ્ત : પોલીસને હપ્તા આપતા હોવાની ધમકી

copy image

copy image

 

ભુજના ગણેશનગરમાં દેશી દારૂના વેચાણથી લોકો ત્રસ્ત બની ચૂક્યા છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ભુજના ગણેશનગરમાં દેશી દારૂના વેચાણથી લુખ્ખાઓની અવર-જવર વધતાં મારામારીના બનાવોમાં વધારો થયો છે. આમ આ દારૂના ધંધાર્થીના ત્રાસ અંગે ત્યાના રહેવાસીઓ દ્વારા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. મળેલ માહિતી મુજબ ગણેશનગરના રહેવાસીઓએ પશ્ચિમ કચ્છ પોલીસવડાને પત્ર દ્વારા લેખિત રજૂઆત કરેલ છે. કરેલ રજૂઆતમાં નામજોગ દેશી દારૂના ધંધાર્થીઓ સાથે અન્યો આવતા લુખ્ખાઓ દારૂ ઢીંચીને લુખ્ખાગીરી કરી મારામારી અને ઝઘડા કરતા હોવાની રજૂઆત કરવામાં આવી છે.

દારૂની પ્રવૃત્તિ કરવાની ના પાડતા દારૂના ધંધાર્થીઓ ઝઘડા કરી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે ઉપરાંત પોલીસને હપ્તા આપીએ છીએ તેથી અમારું કોઇ કંઇ બગાડી નહીં શકે તેવું કહેતા હોવાનો આક્ષેપ પણ પત્રમાં કરવામાં આવ્યો છે. શું આવા કુપાત્રો સાથે આપણી પોલીસ પણ સામેલ હશે..? શું હકીકતમાં પોલીસ આવા દારૂના ધંધાર્થીઓ પાસેથી હપ્તા વસુલતા હશે….? લોકોમાં ચર્ચાતો વિષય…..