અંજારના રેલવે કોલોનીમાં સ્ટાફ કવાર્ટરમાથી 29 હજારની તસ્કરી થતાં ચકચાર
અંજાર શહેરના રેલવે કોલોની વિસ્તારમાં આવેલ ત્રણથી ચાર સ્ટાફ કવાર્ટરના તાળાં તોડી તેમાંથી રોકડ સહિત રૂા. 29,500ની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મળેલ માહિતી અનુસાર અંજારની રેલવે કોલોનીમાં ગત રાતના અરસામાં આ ચોરીનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત રાત્રિ દરમ્યાન આ વિસ્તારમાં આવેલ ફરિયાદીના બંધ કવાર્ટરના તાળા તોડી તેમાંથી એક મોબાઈલ, ગેસ સિલિન્ડર, ગેસનો ચુલો, મિક્સર, ડબ્બો, રોકડ રકમ સહિત કુલ રૂા. 29,500ની મતાની તસ્કરી કરીને ચોર ઈશમો પલાયન થઈ ગયા હતા. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.