શંકાસ્પદ બોકસાઈટ ભરેલ બે ટ્રકોને પકડી પાડતી નખત્રાણા પોલીસ

મ્હે પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ, સરહદી રેન્જ,કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબુ પશ્ચિમ કચ્છ-ભુજ તથા ઇન્ચાર્જ DYSP શ્રી એમ.જે.ક્રિશ્રિયન સાહેબ નાઓએ જીલ્લામાં ગેરકાયદેસર રીતે થતા ખનીજની હેરાફેરી અટકાવવા સુચના આપેલ હોય

જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઇન્સપેકટર ડી.એસ.ઈશરાણી સાહેબ તથા પોલીસ સબ ઇન્સપેકટર આર.ડી.બેગડીયા સાહેબ તથા ડ્રા.પો.હેડ કોન્સ મહાવિરસિંહ પ્રવિણસિંહ જાડેજા નાઓ બેરૂનાકા પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન શંકાસ્પદ રીતે બોકસાઈટ ભરેલ બે ટાટા ટેલર ટ્રક આવતા તેને રોકાવી બંને ટાટા ટેલર ટ્રકનું વે બ્રિજ *પર વજન કરાવતા રોયલ્ટીમાં દર્શાવેલ વજન અને વે બ્રિજ યુલ્ટમો પર કરાવેલ વજનમાં તફાવત આવેલ હોય જેથી નીચે મુજબના વાહનો પકડી પાડી ખાણ ખનીજ ધારા કલમ-૩૪ મુજબ વાહનો ડિટેઈન કરી આગળની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગ ભુજ-કચ્છ તરફ મોકલી આપવા તજવીજ કરેલ છે.

ડિટેઈન કરેલ વાહન/ડાઈવરની વિગત

1) GJ-12-BX-9892 વાળીના ચાલક વિરમભાઈ ભીખાભાઈ રાઠોડ રહે.ગામ શીહણ તા.ખંભાળીયા જિ.દેવભુમિ દ્વારકા

3) GJ-12-BY-2800 વાળીના ચાલક ભોલાભાઈ જાડાભાઈ બાંભવા રહે કુહાડીયા તા.ખંભાળીયા જિ.દેવભુમિ દ્વારકા

આમ ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.એસ.ઈસરાણી તથા પો.સ.ઈ આર.ડી.બેગડીયા સાહેબ તથા ડ્રા.પો.હેડ કોન્સ મહાવિરસિંહ પ્રવિણસિંહ જાડેજા નાઓ જોડાયેલ હતા.