ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી સ્ટાઈલથી વાહન ચલાવનાર થઈ જજો સતર્ક : નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ

copy image

અંજારમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો ને દંડિત કર્યા હતા. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અંજારના ટાઉનહોલથી ગંગાનાકા, 12 મીટર રોડ અને ત્યારબાદ તોરલ સરોવરમાં સરપ્રાઇઝ ડ્રાઈવ યોજી હતી જેમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનાર વાહન ચાલકોને કાયદાના પાઠ ભણાવી ઉપરાંત 5 બુલેટ ડીટેઇન કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં હતી. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આ ડ્રાઈવ હવે સતત ચાલુ રાખવામા આવશે અને નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે.