કચ્છના સામખિયાળી નજીક બોલેરો ગાડીએ 51 વર્ષીય ક્લીનરને હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

accident

copy image

સામખિયાળી પાસે પુરપાટ આવી રહેલ બોલેરો ગાડીએ 51 વર્ષીય ક્લીનરને હડફેટમાં લેતા ક્લીનરનું મોત થયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર કચ્છના સામખિયાળી બ્રિજ નીચેથી ટ્રક નીકળશે કે નહી…?એ જોવા નીચે ઉતાર્યા બાદ પગે ચાલીને જઈ રહેલા ક્લીનરને પૂરપાટ આવી રહેલ બોલેરો ગાડીના ચાલકે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃત શખ્સનાં દીકરાએ સામખીયાળી પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના 51 વર્ષીય પિતા અમદાવાદની ભવિષ્ય રોડ કેરીયર કંપનીમાં ટ્રકના ક્લીનર તરીકે નોકરી કરતા હતા. ગત તા.28/11 ના રોજ ટ્રક ચાલક સાથે સામખિયાળી બ્રિજ પાસે પહોંચ્યા તેઓ સમયે બ્રીજ નીચેથી તેમની ટ્રક નિકળી શકશે કે નહીં…? તે જોવા નીચે ઉતરી પગપાળા જઇ રહ્યા હતા તે દરમ્યાન પુરપાટ આવી રહેલા બોલેરો ચાલકે તેમને અડફેટમાં લેતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.