ભુજ તાલુકાના જૂની ધાણેટી ગામમાંથી એકસાથે ત્રણ બાઇક ગાયબ

ભુજ ખાતે આવેલ જૂની ધાણેટીમાંથી રાતના અરસામાં ત્રણ બાઈકની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 28/11ના રાતે બે વાગ્યાના સમયે અજાણ્યા કોઇ ચોર ઇસમો ફરિયાદીની સ્પ્લેન્ડર નં. જી.જે. 12-ઇ.જે. 8282 અને ફરિયાદીના બનેવીની સ્પ્લેન્ડર પ્લસ નં. જી.જે. 12-ઇ.એલ. 5924 તથા સાહેદની એચ.એફ. ડીલક્ષ નં. જી.જે. 12-ઇ.ડી. 7636 એમ ત્રણ બાઇકની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.