ભચાઉમાં થયેલ વૃદ્ધાની હત્યાના પ્રકરણમાં સંપૂર્ણ સત્ય બહાર ન આવેલ હોવાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત કરાઈ

 ભચાઉમાં થયેલ વૃદ્ધાની હત્યાના પ્રકરણમાં સંપૂર્ણ સત્ય બહાર ન આવેલ હોવાના આક્ષેપો સાથેની રજૂઆત કરાઈ છે. આ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભચાઉમાં વૃદ્ધાની હત્યામાં માત્ર પકડાયેલા પ્રેમીઓ જ નહીં પરંતુ અન્ય શખ્સો પણ તેમાં સામેલ હોવાની આશંકા સાથે મુખ્ય સચિવને લેખિતમાં રજૂઆત કરાઈ હતી. ભચાઉમાં થયેલ વૃદ્ધાની હત્યાના પ્રકરણમાં પકડાયેલા પ્રેમીઓની પાછળ દોરીસંચાર અન્ય કોઇનો હોવાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત કરાઈ હતી. મળેલ માહિતી મુજબ નામજોગ રજૂઆત કરાયેલા આ પત્રમાં જણાવ્યા અનુસાર, યુવક યુવતીને લગ્ન કરવાના હોવાથી તેમને આવું કરાવી આપવા વિદેશ ભગાડી દેવાની વ્યૂહરચના અન્ય કોઇએ બનાવી હતી. આ બનાવ માત્ર રાધિકાએ વૃદ્ધાની હત્યા કરવાનો નથી પરંતુ તેની પાછળ અન્ય ઘણા સત્યો છૂપાયેલા છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે,  ભૂકંપ વખતે આ વૃદ્ધાની સહી અમુક દસ્તાએજો પર લેવામાં આવેલ હતી. આ પ્રશ્ન ભૂકંપ વખતથી ચાલ્યો આવે છે. ભૂકંપ બાદથી કેટલાક લોકોની નજર આ વૃદ્ધાની સંપત્તિ પર હતી. આ કેસમાં સંપૂર્ણ સત્ય બહાર ન આવેલ હોવાના આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી છે.