ભુજમાં 32 હજારના શરાબ સાથે એક શખ્સ ઝડપાયો  

copy image

 

 ભુજમાથી વેચાણ અર્થે રાખેલ શરાબની 48 બોટલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. મળેલ માહિતી અનુસાર સ્થાનિક ગુનાશોધન શાખાની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, હિતેશગર દેવગર ગોસ્વામી નામનો શખ્સ બહારથી શરાબ મંગાવી મોટર સાઇકલથી છૂટક વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે આરોપીને મોટરસાઇકલ સાથે ઝડપી પાડવામાં આવેલ હતો. ઉપરાંત તેના મકાનમાંથી શરાબની અલગ-અલગ બ્રાન્ડની 48 બોટલ કિં. રૂા. 32,375, બાઇક કિં. રૂા. 25,000 તથા એક મોબાઇલ કિં. રૂા. 500 એમ કુલ રૂા. 57,875ના મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પકડાયેલ આરોપીને આગળની કાર્યવાહી અર્થે એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવેલ છે.