Month: December 2023

નખત્રાણા ખાતે આવેલ આમારામાથી 2.66 લાખના કોપર વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

નખત્રાણા ખાતે આવેલ આમારા ગામમાં 2.66 લાખના કોપર વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે. આ મામલે સૂત્રો...

નખત્રાણા ખાતે આવેલ દેવસરના સીમ વિસ્તારમાં વીજતાર પડતાં ઘેટાનુ મોત

નખત્રાણા ખાતે આવેલ દેવસર નજીકના સીમ વિસ્તારમાં ભૂખી ડેમ પાસે આજે  ખાનગી કંપનીની પવનચક્કીનો વીજ વાયર તૂટી જમીન પર પડતાં આ સ્થળેથી પસાર થતાં ઘેટાં-બકરાંના ધણ પર પડતાં એક નર ઘેટાંનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ગોડજીપર ગામના એક માલધારીના ઘેટાં-બકરાં ચરતાં હતાં તે દરમ્યાન, ખાનગી કંપનીની પવનચક્કીનો વીજ વાયર તૂટી ઘેટાં બકરાના ધણ પર પડતાં થયેલા ભયંકર અવાજથી બીજા ઘેટાં-બકરાં ભયથી ભાગી છૂટયાં હતાં. પવનચક્કીનો વીજ વાયર તૂટી જમીન પર પડતાં એક નર ઘેટાંનું મોત નીપજયું હતું.

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છના પ્રવાસે

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છના પ્રવાસે છે. મુખ્યમંત્રીશ્રીએ રણોત્સવ ખાતે જ્યારે તેઓ લાઈટ એન્ડ સાઉન્ડ શોનું અનાવરણ કરવા પધાર્યા ત્યારે...