નખત્રાણા ખાતે આવેલ આમારામાથી 2.66 લાખના કોપર વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

નખત્રાણા ખાતે આવેલ આમારા ગામમાં 2.66 લાખના કોપર વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આમારા ગામમાં આવેલ આઇનોક્ષ કંપનીની વાડ કાપી રાત દરમ્યાન ચોર ઈશમો રૂા. 2,66,100ના કોપર વાયરની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ મામલે નખત્રાણા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર આ બનાવ ગત તા. 24/12ના રાતથી વહેલી સવાર દરમ્યાનના સમયગાળામાં બન્યો હતો. આ સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમ કંપનીના સ્ટોરની વાડ કાપી અંદર પ્રવેશી કોપર વાયરના અઢી ડ્રમ 887 મીટર જેની કિં. રૂા. 2,66,100ની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.