બાઇક ચોરીનો ભેદ ઉકેલી આરોપી શખ્સને ઝડપી પાડતી પદ્ધર પોલીસ
copy image

પદ્ધર પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલી આરોપી શખ્સો ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત દિવસે પદ્ધર પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કનૈયાબેની આંગણવાડી નજીક શંકાસ્પદ શખ્સ બાઇક સાથે ઊભો છે. મળેલ બાતમીના આધારે એક શખ્સને નંબર વિનાની હોન્ડાની સીડી ડ્રીમ બાઇક સાથે ઝડપી પાડેલ હતો. બાઇક અંગે આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. મળેલ માહિતી અનુસાર પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી ચોરીની બે બાઇક કિં. રૂા.20,000નો મુદ્દામાલ પદ્ધર હસ્તગત કર્યો હતો. આ અંગે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.