નખત્રાણા ખાતે આવેલ દેવસરના સીમ વિસ્તારમાં વીજતાર પડતાં ઘેટાનુ મોત

નખત્રાણા ખાતે આવેલ દેવસર નજીકના સીમ વિસ્તારમાં ભૂખી ડેમ પાસે આજે  ખાનગી કંપનીની પવનચક્કીનો વીજ વાયર તૂટી જમીન પર પડતાં આ સ્થળેથી પસાર થતાં ઘેટાં-બકરાંના ધણ પર પડતાં એક નર ઘેટાંનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ગોડજીપર ગામના એક માલધારીના ઘેટાં-બકરાં ચરતાં હતાં તે દરમ્યાન, ખાનગી કંપનીની પવનચક્કીનો વીજ વાયર તૂટી ઘેટાં બકરાના ધણ પર પડતાં થયેલા ભયંકર અવાજથી બીજા ઘેટાં-બકરાં ભયથી ભાગી છૂટયાં હતાં. પવનચક્કીનો વીજ વાયર તૂટી જમીન પર પડતાં એક નર ઘેટાંનું મોત નીપજયું હતું.