રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છના પ્રવાસે

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છના પ્રવાસે છે. મુખ્યમંત્રીશ્રીએ રણોત્સવ ખાતે જ્યારે તેઓ લાઈટ એન્ડ સાઉન્ડ શોનું અનાવરણ કરવા પધાર્યા ત્યારે ફરી તેમના સરળ સ્વભાવ અને મૃદુતાના દર્શન થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ ત્યાં ઉપસ્થિત પ્રવાસીઓને સામે ચાલીને મળવા ગયા હતા. જ્યાં તેમણે આ પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી અને સફેદ રણ અને કચ્છનો પ્રવાસ કેવો લાગ્યા વગેરે વાતચીત કરી હતી. આ પ્રસંગે પ્રવાસીઓ આનંદિત થઈ મુખ્યમંત્રીશ્રી સાથે સેલ્ફી પણ લીધી હતી.