Month: April 2024

 તીક્ષણ હથિયાર વડે કોઈ બદમાશે  નંદી ઉપર  હુમલો  કરતા લોહીલુહાણ નંદીની ગૌસેવકોએ સારવાર કરાવી 

ગરડા પંથક વિસ્તારમાં વાયોરથી છ કિલોમીટર ખારોઈ ગામની સીમમાં કોઈ બદમાશે  નંદી ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા લોહીલુહાણ નંદીની ગૌસેવકોએ સારવાર કરાવી હતી. નંદી પર હુમલાની વાયોર ગૌસેવા સમિતિના કાર્યકરોને જાણ થતાં તેઓ બનાવ સ્થળે જઈ વાયોર સરહદ દૂધ ડેરીના ડોક્ટરોને ફોન કરતાં તેઓએ તાત્કાલિક ધોરણે આવીને નંદીને સારવાર આપી હતી. વાયોર ગૌસેવા સમિતિના કાર્યકરો ગાયોને નિત્ય ઘાસચારો, ઘાયલ પશુઓની સારવાર કરતાં હોય છે, તેમને વાયોર સરહદ ડેરી દ્વારા પૂરેપૂરો સહયોગ આપવામાં આવે છે તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો તથા ગ્રામજનો દ્વારા પણ પૂરતો સહયોગ મળતો રહે છે, પરંતુ આ મૂંગા પશુઓ પર અવાર-નવાર અત્યાચાર થતાં રહે છે, જે ન થવા જોઈએ, એવું જણાવી આ બનાવને વાયોર સમસ્ત હિન્દુ સમાજ તેમજ વાયોર ગૌસેવા સમિતિ દ્વારા નિંદા કરવામાં આવી હતી.

સુપર હોટલની સામે પાર્કિંગમાં ઊભેલા ટેન્કરની ટાંકીમાંથી રૂા. 11,160ના ડીઝલની ચોરી 

copy image  ખાવડાથી દિનારા જતા રોડ પર સુપર હોટલની સામે પાર્કિંગમાં ઊભેલા ટેન્કરની ટાંકીમાંથી રૂા. 11,160ના ડીઝલની ચોરી થતાં ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ.  આ અંગે ખાવડા પોલીસ મથકે સુપર હોટલના માલિકએ નોંધાવેલી ફરિયાદ મુજબ સોમવારની મધ્યરાત્રે તેની હોટલની સામે પાર્કિંગમાં ઊભેલા ટેન્કર ની ટાંકીમાંથી 120 લિટર ડીઝલ જેની કિં.રૂા. 11,160ની ચોરી કરી આરોપીઓ નાસી ગયા હોવાની ગઇકાલે ફરિયાદ નોંધાવી છે.

ફરી એકવખત રૂા. 12,85,397ની ઓનલાઈન ઠગાઈ

copy image માંડવી પરિવારનો કિસ્સો  સામે આવ્યો છે, જેમાં મહિલા અને પુત્રીની એફ.ડી. પરથી ત્રણ લોન  લઈ રૂા. 12,85,397ની ઓનલાઈન ઠગાઈ થયાનો નવતર કિસ્સો સામે આવ્યો છે. આ નવતર છેતરપિંડી અંગે અગાઉ અરજી આપ્યા બાદ ગઈકાલે બોર્ડર રેન્જ ભુજના સાયબર પોલીસ મથકે માંડવીમાં બાબાવાડીમાં રહેતા શખ્સે  એ વિધિવત નોંધાવેલી ફરિયાદ મુજબ  પત્નીના મોબાઈલ પર ટેક્સ મેસેજ આવ્યો હતો. પ્રિય ગ્રાહક, તમારી વીજળી રાત્રે ડિસ્કનેક્ટ થઈ જશે, તમારા પાછલા મહિનાનું બિલ અપડેટ થયું ન હતું અને મો.નં. આપી સંપર્ક કરવા જણાવતાં તે નંબર પર સંપર્ક કરતાં સામેવાળાએ વાતોથી વિશ્વાસ કેળવી એક લિંક એનિડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આંકડાકીય કોડ માગી લીધા હતા. આ બાદ થોડીવારમાં ફરિયાદીના ખાતાંમાંથી નાણાં ઉપડી ગયાના મેસેજ આવતા ફરિયાદીએ ફરી ફોન કરી નાણાં ઉપડી ગયાનું કહેતાં, સામેવાળાએ કહ્યું, રૂપિયા પાછા આવી જશે, તમે ફોન કટ ન કરતા અને જો તમારું બિલ અપડેટ ન થાય તો મારી નોકરી  જશે તેવી વાતો કરી અઢી કલાક સુધી ફોન ચાલુ રાખ્યા બાદ ફરિયાદીને ખબર પડી કે સામાવાળો તમેના અલગ-અલગ ખાતાંમાંથી રૂપિયા ઉપાડી રહ્યો છે. આથી ફોન કટ કરી નાખ્યો, પરંતુ એનિડેસ્ક એપ ડિલિટ કરી ન હતી. સામાવાળા આરોપીએ ફરિયાદી અને તેના પત્ની તથા પુત્રના ખાતાંમાંથી ઓનલાઈન નાણાં ઉપાડી લીધાં હતાં. ફરિયાદી તેમના તથા પરિવારના ખાતાંની વિગતો ચકાસતા આરોપીએ ફરિયાદીના ત્રણ એફડી ઉપરથી લોન રૂા. 10,20,000 ઉપાડી આરોપીએ ટુકડે-ટુકડે અન્ય ખાતાંમાં ઉસેડી લીધા હતા. આ ઉપરાંત ફરિયાદી તથા પત્ની અને પુત્રના ખાતાંમાંથી નાણાં ઉપાડી લીધાં હતાં. આમ કુલે રૂા. 12,85,397ની ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી .પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.