સુપર હોટલની સામે પાર્કિંગમાં ઊભેલા ટેન્કરની ટાંકીમાંથી રૂા. 11,160ના ડીઝલની ચોરી
ખાવડાથી દિનારા જતા રોડ પર સુપર હોટલની સામે પાર્કિંગમાં ઊભેલા ટેન્કરની ટાંકીમાંથી રૂા. 11,160ના ડીઝલની ચોરી થતાં ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ. આ અંગે ખાવડા પોલીસ મથકે સુપર હોટલના માલિકએ નોંધાવેલી ફરિયાદ મુજબ સોમવારની મધ્યરાત્રે તેની હોટલની સામે પાર્કિંગમાં ઊભેલા ટેન્કર ની ટાંકીમાંથી 120 લિટર ડીઝલ જેની કિં.રૂા. 11,160ની ચોરી કરી આરોપીઓ નાસી ગયા હોવાની ગઇકાલે ફરિયાદ નોંધાવી છે.