તીક્ષણ હથિયાર વડે કોઈ બદમાશે  નંદી ઉપર  હુમલો  કરતા લોહીલુહાણ નંદીની ગૌસેવકોએ સારવાર કરાવી 

ગરડા પંથક વિસ્તારમાં વાયોરથી છ કિલોમીટર ખારોઈ ગામની સીમમાં કોઈ બદમાશે  નંદી ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા લોહીલુહાણ નંદીની ગૌસેવકોએ સારવાર કરાવી હતી. નંદી પર હુમલાની વાયોર ગૌસેવા સમિતિના કાર્યકરોને જાણ થતાં તેઓ બનાવ સ્થળે જઈ વાયોર સરહદ દૂધ ડેરીના ડોક્ટરોને ફોન કરતાં તેઓએ તાત્કાલિક ધોરણે આવીને નંદીને સારવાર આપી હતી. વાયોર ગૌસેવા સમિતિના કાર્યકરો ગાયોને નિત્ય ઘાસચારો, ઘાયલ પશુઓની સારવાર કરતાં હોય છે, તેમને વાયોર સરહદ ડેરી દ્વારા પૂરેપૂરો સહયોગ આપવામાં આવે છે તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો તથા ગ્રામજનો દ્વારા પણ પૂરતો સહયોગ મળતો રહે છે, પરંતુ આ મૂંગા પશુઓ પર અવાર-નવાર અત્યાચાર થતાં રહે છે, જે ન થવા જોઈએ, એવું જણાવી આ બનાવને વાયોર સમસ્ત હિન્દુ સમાજ તેમજ વાયોર ગૌસેવા સમિતિ દ્વારા નિંદા કરવામાં આવી હતી.