રાપર લોહાણા સમાજ દ્વારા 851મી દરીયાલાલ જયંતિ ની ઉજવણી કરવામાં આવી
https://www.youtube.com/watch?v=8dCiWzSa77M
https://www.youtube.com/watch?v=8dCiWzSa77M
https://www.youtube.com/watch?v=bSd-dCxHeHs
https://www.youtube.com/watch?v=iFDJhodCfBs
https://www.youtube.com/watch?v=aPxp1NrZW7k
https://www.youtube.com/watch?v=GUh3Wb_e4XI
https://www.youtube.com/watch?v=GrOOJllTIxg
https://www.youtube.com/watch?v=DvILr2zfwmU
copy image કચ્છ એક્સપ્રેસમાં ટ્રોલી બેગમાં દારુની મોંઘી બોટલો લઈને આવી રહેલા યુવાનને રેલવે પોલીસે ઝડપી પાડ્યો હતો. પોતાની ટ્રોલી...
copy image અબડાસા તાલુકાના ભાનાડા પાસે ગત તા. 16/3ના નીલગાયને બચાવવા જતાં ટ્રક પલટી જતાં તેના ચાલક 34 વર્ષીય યુવાન ઘાયલ થતાં તેનું ગઈકાલે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું ભુજમાં રહેતો આ યુવાન ગત તા. 16/3ના રાત્રિના અરસામાં ટ્રક લઈને જામનગર જઈ રહ્યો હતો ત્યારે ભાનાડા બસસ્ટેશન રોડ પર રસ્તા વચ્ચે નીલગાય આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં ટ્રક પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઘાયલ યુવાનને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પચ્ચીસેક દિવસની લાંબી સારવાર કારગત ન નીવડતાં ગઈકાલે યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો. કોઠારા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
copy image આદિપુર અને ગાંધીધામમાં પોલીસે ક્રિકેટના સટ્ટા અંગે કાર્યવાહી કરીને બે શખ્સને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી મોબાઈલ જપ્ત કરાયા હતા. આદિપુરના રામબાગ રોડ એસ.આર.સી.ની. ઓફિસ બહાર પોલીસે ગઈકાલે રાત્રે કાર્યવાહી કરી હતી. આ ઓફિસ નજીક બાંકડા ઉપર અંતરજાળનો શખ્સ બેઠો હતો અને પોતાના મોબાઈલમાં ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમી રહ્યો હતો. તેવામાં અચાનક પોલીસ ત્યાં આવી અને શખ્સને દબોચી લીધો હતો. આ શખ્સ પોતાના મોબાઈલમાં આઈપીએલની ગઈકાલની પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. તેની પાસેથી રોકડ રૂા. 1250 તથા એક મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ ગાંધીધામના ચાવલાચોક નજીક શિવમંદિર પાછળ બેઠેલા એક યુવકને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સ લોટસ 365 ડોટ વિન નામની વેબસાઈટમાં બેલવિલ્લે અને કેમલરમટોન વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. તેની પાસેથી પોલીસે મોબાઈલ જપ્ત કર્યો હતો.