કચ્છ એક્સપ્રેસમાં ટ્રોલી બેગમાં દારુની મોંઘી બોટલો લઈને આવી રહેલા યુવાનને રેલવે પોલીસે ઝડપી પાડ્યો
કચ્છ એક્સપ્રેસમાં ટ્રોલી બેગમાં દારુની મોંઘી બોટલો લઈને આવી રહેલા યુવાનને રેલવે પોલીસે ઝડપી પાડ્યો હતો. પોતાની ટ્રોલી બેગને પીઠુ પર રાખી બેઠેલા યુવાનની બેગ તપાસતા તેમાંથી બે દારુની બોટલ મળી હતી.ગાંધીધામ રેલવે પોલીસ 10/4ના પોતાની સુરક્ષા વ્યવસ્થાની ડ્યુટીમાં હતી ત્યારે સવારે ગાંધીધામ આવી પહોંચેલી કચ્છ એક્સપ્રેસ ઉભી હતી ત્યારે કોચોમાં તપાસ કરી રહી હતી.દરમ્યાન એસી કોચના સીટ પર બેઠેલા મુસાફરે ટ્રોલી બેગ તથા પીઠુ બેગ રાખેલો જોવામાં આવતા ટ્રોલી બેગ ખોલીને તપાસ કરાઇ હતી . જેમાં બે મોંઘી બોટલ મળી આવી હતી. આરોપીની પૂછપરછ કરતાં. ભુજની ન્યુ ઉમેદનગર કોલોની, નો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કુલ 13750નો મુદામાલ જથ્થો કબ્જે કરીને પ્રોહી. ની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.