આદિપુર અને ગાંધીધામમાં પોલીસે ક્રિકેટના સટ્ટા અંગે કાર્યવાહી કરીને બે શખ્સને ઝડપ્યા

copy image

copy image

આદિપુર અને ગાંધીધામમાં પોલીસે ક્રિકેટના સટ્ટા અંગે કાર્યવાહી કરીને બે શખ્સને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી મોબાઈલ જપ્ત કરાયા હતા. આદિપુરના રામબાગ રોડ એસ.આર.સી.ની. ઓફિસ બહાર પોલીસે ગઈકાલે રાત્રે કાર્યવાહી કરી હતી. આ ઓફિસ નજીક બાંકડા ઉપર અંતરજાળનો  શખ્સ બેઠો હતો અને પોતાના મોબાઈલમાં ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમી રહ્યો હતો. તેવામાં અચાનક પોલીસ ત્યાં આવી અને શખ્સને દબોચી લીધો હતો. આ શખ્સ પોતાના મોબાઈલમાં  આઈપીએલની  ગઈકાલની  પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો.  તેની પાસેથી રોકડ રૂા. 1250 તથા એક મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો.  તેમજ ગાંધીધામના ચાવલાચોક નજીક શિવમંદિર પાછળ બેઠેલા એક યુવકને પોલીસે  પકડી  પાડયો હતો. આ શખ્સ લોટસ 365 ડોટ વિન નામની વેબસાઈટમાં બેલવિલ્લે અને કેમલરમટોન વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. તેની પાસેથી પોલીસે મોબાઈલ જપ્ત કર્યો હતો.