નીલગાયને બચાવવા જતાં ટ્રક પલટી : ચાલકનું મોત
copy image

અબડાસા તાલુકાના ભાનાડા પાસે ગત તા. 16/3ના નીલગાયને બચાવવા જતાં ટ્રક પલટી જતાં તેના ચાલક 34 વર્ષીય યુવાન ઘાયલ થતાં તેનું ગઈકાલે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું ભુજમાં રહેતો આ યુવાન ગત તા. 16/3ના રાત્રિના અરસામાં ટ્રક લઈને જામનગર જઈ રહ્યો હતો ત્યારે ભાનાડા બસસ્ટેશન રોડ પર રસ્તા વચ્ચે નીલગાય આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં ટ્રક પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઘાયલ યુવાનને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પચ્ચીસેક દિવસની લાંબી સારવાર કારગત ન નીવડતાં ગઈકાલે યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો. કોઠારા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.