એક અબોલ જીવને બચાવવા જતા ટ્રેન નીચે આવી જતા એક શખ્સનું કમ કમાટી ભર્યું મોત
ગાંધીધામના રાજવી ફાટક પાસે યુવાન ગાય, ભેંસ ચરાવવા જઇ રહ્યો હતો. તે દરમાયન એક અબોલ જીવને બચાવવા જતાં આ યુવાન...
ગાંધીધામના રાજવી ફાટક પાસે યુવાન ગાય, ભેંસ ચરાવવા જઇ રહ્યો હતો. તે દરમાયન એક અબોલ જીવને બચાવવા જતાં આ યુવાન...
copy image વરસામેડી સ્થિત વેલસ્પન કંપનીના પ્લોટ નંબર 109, બેડશિટ પ્લાન્ટમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીં કામ કરનાર શખ્સને અચાનક ચક્કર આવતાં પડી જતાં આ શખ્સને ઈજાઓ પહોંચી હતી અને બનાવ સ્થળે જ તેનું મોત થયું હતું. આથી કામદાર આ યુવાનને સારવાર માટે લઈ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. . આ બે બનાવ અંગે પોલીસે નોંધ કરી બનાવ પાછળ નાં કારણો જાણવા આગળની તપાસ હાથ ધરી છે.
copy image આદિપુરના ડીસી-પાંચ વિસ્તારમાં રહેનાર વૃદ્ધાએ એસિડ પી લેતાં તેમનું મોત નીપજયું હતું . ગત તા.22/4ના તેઓ પોતાના ઘરે હતા,તે દરમ્યાન અગમ્ય કારણોસર એસિડ પી લેતાં તેમને વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં સારવાર દરમિયાન તા.29/4ના ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
copy image સામખિયાળીમાં જાહેરમાં જુગાર ખેલતા સાત ખેલીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી રોકડ રૂા. 56,750 જપ્ત કર્યા હતા. કાર્યવાહી...
ભચાઉ નગરનાં હિંમતપુરાના ખાડી વિસ્તાર, બટિયા વિસ્તારના મદીના નગર, જૂનાવાડા વગેરે વિસ્તારોમાં દેશી દારૂના પોઇન્ટ તથા અમુક જગ્યાએ ભઠ્ઠીઓ ધમધમી રહી છે. રહેણાંક વિસ્તારોમાં આવા દૂષણોનાં કારણે મહિલાઓ, યુવતીઓ ઘરમાંથી બહાર નીકળી શકતી નથી. અમુક જગ્યાએ સાંગુડીઓ પડયા-પાથર્યા રહેતા હોય છે. આવા તત્ત્વોનાં કારણે અહીં મહિલાઓમાં ભયનો માહોલ છવાયો છે. આ અંગે પોલીસને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને તંત્રએ ચેતવણી આપતાં એકાદ-બે દિવસ આવા હાટડા બંધ રહ્યા હતા, પરંતુ આ ભઠ્ઠી થોભવાનું નામ નથી લેતી અને પોઇન્ટ તથા ભઠ્ઠીઓ પુન: શરૂ થઇ ગઇ હતી. અમુક જાગૃત યુવાનોએ જો આ ભઠ્ઠીઓ બંધ નહીં કરાય તો જનતા રેડની ધમકી આપી હતી અને રેડ દરમ્યાન સોશિયલ મીડિયા ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. અહીં દેશી દારૂ ઢીંચીને અનેક લોકો બેહાલ થયા છે. અગાઉ ભચાઉમાં જ લઠ્ઠાકાંડ સર્જાયો હતો ત્યારે પુન: આવો કાંડ સર્જાય તે પહેલા આવી તમામ ભઠ્ઠીઓ બંધ કરાવવા લોકો દ્વારા માંગ કરવામાં આવી .
copy image પતિ-પત્નીના ઝઘડાને લઇ પત્ની ચાલી જતાં તેના મનદુ:ખમાં પતિ એવા મિરજાપરના યુવાન એ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મિરજાપરના અંબાજી મંદિર પાસે રહેતા શખ્સે આજે બપોરે તેના ઘરે પંખામાં બારીમાં બાંધવાના ઓછાડ વડે ગળેફાંસો ખાઇ લેતાં તેને સારવાર માટે તેના કાકા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલની પોલીસ મથક માં નોંધાવેલી વિગતો મુજબ પતિ-પત્નીના ઝઘડના લીધે પત્ની ચાલી જતાં શખ્સ ને મનમાં લાગી આવતાં આ અંતિમ પગલું ભર્યું હતું. આ અંગે એ-ડિવિઝન પોલીસને જાણ કરાઇ છે.
copy image ભીમાસરમાં રહેનાર એક યુવાનને ભૂલથી તમારાં ખાતાંમાં મારા રૂા. 15 હજાર આવી ગયાનું કહી ઠગબાજોએ રૂા. 40,000 બારોબાર કાઢી લઇ બાદમાં રૂા.2,71,000ની લોન લઇ પોતાનાં ખાતાંમાં નાખી લઇ યુવાન સાથે ઠગાઇ કરી હતી. ઓનલાઇન છેતરપિંડી કરનારાં તત્ત્વો લોકોને લૂંટવા અવનવા કીમિયા અપનાવતા હોય છે, ત્યારે સહારા ગ્રામ ભીમાસરના યુવાનસાથે પણ આવો જ બનાવ બન્યો હતો. આ ફરિયાદીને ગત તા.2/3ના અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને હોસ્પિટલમાં પેસા ટ્રાન્સફર કરવાના હતા જે ભૂલથી તમારા ખાતાંમાં રૂા 15 હજાર આવી ગયાનું જણાવ્યું હતું. ફરિયાદીએ ના પાડતાં ઠગબાજએ મેસેજ આવ્યાનું કહેતાં ફરિયાદીએ મેસેજ આવ્યોછે પણ મારા ખાતાંમાં પૈસા આવ્યા નથી તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં ફરીથી આ શખ્સે ફોન કરી ફોન કેમ કાપ્યો તેવી ધમકી આપી હતી અને ગૂગલ પે એપ્લિકેશનમાં બેલેન્સ તપાસવાનું કહેતાં આ યુવાને ગૂગલ પે ખોલતાં ચાર રિકવેસ્ટ આવી હતી, જેના પર ક્લિક કરતાં આ યુવાનનાં ખાતાંમાંથી રૂા. 40,000 બારોબાર કપાઇ ગયા હતા. બાદમાં ઠગબાજો બેન્કવાળા બનીને ક્યાંય જવાની જરૂરત નથી. તમારા પૈસા પરત આવી જવાની ધરપત આપી હતી. પોતાની સાથે ઠગાઇ થયાનું જણાતાં આ ફરિયાદીએ બેન્કમાં જઇને તપાસ કરી હતી, જ્યાં તેના નામે ઠગબાજોએ ઓનલાઇન રૂા. 2,71,000 લોન લઇ પોતાના ખાતામાં તે લોનના પૈસા લઇ લીધા હોવાનું બહાર આવ્યું હતું. આ યુવાન સાથે ઠગબાજોએ રૂા. 3,11,000ની ઠગાઇ કરી હતી. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
https://www.youtube.com/watch?v=-Q5MjAQasZ4&t=156s
https://www.youtube.com/watch?v=N8Pl5AYXC9Y&t=4s
https://www.youtube.com/watch?v=iZE2C73Owiw&t=10s