સામખિયાળીમાં જાહેરમાં જુગાર ખેલતા સાત ખેલીની ધરપકડ
સામખિયાળીમાં જાહેરમાં જુગાર ખેલતા સાત ખેલીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી રોકડ રૂા. 56,750 જપ્ત કર્યા હતા. કાર્યવાહી તે દરમ્યાન સાત શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા. સામખિયાળીમાં શાંતિનગર પ્લોટ વિસ્તારમાં અમુક શખ્સો ગત મોડી રાત્રે જાહેરમાં જુગાર રમી રહ્યા હતા. તેવામાં પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી અને શખ્સોને પકડી પાડયા હતા, જ્યારે સાત શખ્સે નાસી જવામાં સફળ રહ્યા હતા. જાહેરમાં પત્તા ટીંચતા અને પોલીસના હાથે પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 56,750 તથા આઠ મોબાઇલ, ત્રણ વાહન એમ કુલ રૂા. 10,00,750નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.