Month: July 2024

માધાપરમાં યુવાનને વીજશોક ભરખી ગયો

copy image માધાપરમાં સાંજના અરસામાં   પોતાના ઘરે સાફ-સફાઈ દરમ્યાન ઈન્વેટરના સંપર્કમાં આવતાં 37 વર્ષિય યુવાન  ચેતન ચંદુલાલ ભાનુશાલીને વીજળીનો જોરદાર શોર્ટ લાગતાં તેનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ માધાપરના નવાવાસના વૃંદાવન પાર્કમાં રહેતા ચેતન ભાનુશાલી  સાંજના  ઘરની સાફ-સફાઈ દરમ્યાન ઈન્વેટરને  અડતાં  તેને કરંટ લાગ્યો હતો આથી તેનો કાકાઈભાઈ દિપક ભાનુશાલી તેને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં  લઈ ગયા હતા. જ્યાં ચેતનભાઈ મૃત્યુ પામ્યા હતા. પોસ્ટમોર્ટમ અર્થે તેને જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જતાં ફરજ  પરના  તબીબે મૃત જાહેર...

મુન્દ્રામાં ઘરફોડ ચોરી કરનારા બે ઇસમોને દોઢ મહિને ઝડપી લેવાયા

copy image મુન્દ્રાના રહેણાક મકાનમાંથી દોઢ મહિના પહેલાં તસ્કરોએ તાળા તોડી બેડરૂમની તિજોરીમાંથી રૂ.૩.૬૫ લાખના દાગીના સહિતની મુદ્દામાલ ચોરી કરવાના...

ભચાઉમાં પાલિકાના કર્મચારીને માર મારતાં પોલીસ ફરિયાદ

copy image  ભચાઉની સરસ્વતી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતાં વાહનમાં ગીત વગાડવા મુદ્દે એક શખ્સે ચાલકને મારમારી ફરજમાં રૂકાવટ કરી જાતિ અપમાનિત કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ભચાઉના ભટ્ટપાળિયા વિસ્તારમાં રહેતા અને ભચાઉ પાલિકામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ફરિયાદી નરશી મફાભાઈ સોલંકી  સવારના અરસામાં  પાલિકાનું  ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા. સરસ્વતી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરાઈ રહ્યો હતો. ત્યારે સરકાર દ્વારા સૂચવેલ થીમનું ગીત વાગતું હતું, ત્યારે આરોપી પરેશ બાલાશંકર મારાજના ઘર પાસે આ વાહન પહોંચતાં આરોપીએ ફરિયાદીને જાતિ અપમાનિત કરી કેમ ગીતો વગાડે છે તેમ કહી માર માર્યો હતો. ફરિયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરનારા આ શખ્સ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પદ્ધરની બી.કે.ટી. કંપનીની સામેથી બાઇકની ચોરી

copy image ભુજ-ભચાઉ ધોરીમાર્ગમાં પદ્ધર નજીક બી.કે.ટી. કંપનીની સામેથી બાઇકની ચોરી  થતાં ફરિયાદ  નોંધાઇ હતી. પદ્ધર પોલીસ  મથકે, અટલ નગરમાં રહેતા અને બી.કે.ટી. કંપનીમાં શિવા લોજિસ્ટીક કોન્ટ્રાકટમાં ફોરક્લીપના ઓપરેટર નિહાલ ગોપાલભાઇ વાણિયાએ  નોંધાવેલ ફરિયાદ મુજબ  રાતના અરસામાં  તે પોતાની નોકરી ઉપર આવ્યા ત્યારે  પિતાની ડિસ્કવર  મોટરસાઇકલ  જેની કિ. રૂા. 10,000વાળી બી.કે.ટી.ના ગેટ નં. 3ની સામે પાર્ક કરી હતી અને સવારે જોતાં  તે ત્યાં જોવા  મળી નહોતી. આમ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી.

કિડાણામાં જાહેરમાં જુગાર રમનાર છ મહિલા ઝડપાયો

copy image કિડાણાની એક સોસાયટીમાં જાહેરમાં પત્તા ટીચતા   છ મહિલાને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 13,400 જપ્ત  કર્યા હતા.  કિડાણામાં જયનગર સોસાયટીના આશાપુરા મંદિર પાસે ખુલ્લી  જગ્યામાં  જુગાર ચાલી રહ્યો હતો,  તેવામાં  અચાનક  પોલીસ ત્રાટકી હતી અને જાહેરમાં પત્તા ટીંચનાર  અહીંના જ આસબાઇ રાયશી મહેશ્વરી,  રતનબેન  રાણા વિંજોડા,  નુરજાબાઇ શબ્બિર મામદ લાડક, સોનીબેન માવજી બુચિયા, કરીમાબાઇ કારા નાયક તથા જલાંબાઇ જાકીર લાડક નામની મહિલાઓની અટક  કરી હતી. પકડાયેલા આ મહિલાઓ પાસેથી પોલીસે રોકડ રૂા. 13,400 તથા ગંજીપાના કબ્જે  કર્યા હતા.