માધાપરમાં યુવાનને વીજશોક ભરખી ગયો
copy image

માધાપરમાં સાંજના અરસામાં પોતાના ઘરે સાફ-સફાઈ દરમ્યાન ઈન્વેટરના સંપર્કમાં આવતાં 37 વર્ષિય યુવાન ચેતન ચંદુલાલ ભાનુશાલીને વીજળીનો જોરદાર શોર્ટ લાગતાં તેનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ માધાપરના નવાવાસના વૃંદાવન પાર્કમાં રહેતા ચેતન ભાનુશાલી સાંજના ઘરની સાફ-સફાઈ દરમ્યાન ઈન્વેટરને અડતાં તેને કરંટ લાગ્યો હતો આથી તેનો કાકાઈભાઈ દિપક ભાનુશાલી તેને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ચેતનભાઈ મૃત્યુ પામ્યા હતા. પોસ્ટમોર્ટમ અર્થે તેને જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી પી.એમ. કર્યું હતું. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.